Mahefil

Just another WordPress.com weblog

Archive for Pallav Anjaria

માણસ મરતો રોજ મળસ્કે.. (અછાંદસ) – પલ્લવ અંજારીઆ

શમણાનાં શામીયાણામાં આ શેનો શોર-બકોર?

કાનનાં કુંડાળાંમાં આ કેવો કણબણાટ?

ધમણમાં ધુમાડાનો ધમધમાટ, આંખમાં અજવાળાંનો અભાવ,

દાંત પર દંતમંજનના દાવા, મન પર મનોરંજનના મારા,

કર, કરજ, કરિયાણું કમાવા, માણસ મરતો રોજ મળસ્કે..


બજાર બેઠી બગીચામાં,

મહોબ્બત મીયાં મજનૂ મળે છે, બે રૂપીયાની કિલ્લો,

પઢેલું પાનું પુસ્તકમાં કે ‘બોલે એના બોર વેંચાય’,

ન ‘ન બોલવામાં નવગુણ’

મારાં તો ન કોઈ વેંચાયાં બોર ન આવ્યો એકેય ગુણ,

મોટર, મકાન, મોબાઈલ મેળવવા, માણસ મરતો રોજ મળસ્કે..


કૂતરા-કાગડાના કિસ્મત કેવાં,

રોજ રખડવું રળવું રમતો રોટલો,

અજવાળું આથમતાં મળતો આળોટવાને ઓટલો,

બાપના પૈસે બોસ બનેલા બદામ ખાય છે બકિંગહામમાં,

પરીક્ષા પાસ કર્યાનુંપાપ કરેલા માટે અપ્લાય-અપ્લાય બટ નો રીપ્લાય,

સીગ્નલ, સડક, સંધ્યા-સમયમાં, માણસ મરતો રોજ મળસ્કે..


ચોપાટીએ ચોરેલી ચંપલથી ચાલતો,

સિધ્ધીવિનાયકના સીધાથી સાંજે,

પેટપૂજા પ્રારંભે,

દવાખાનાંના દલદલમાં દફન થઈ લાશ બની વેચાતો,

પેન્શન, રાશન, ઈન્શ્યોરંસ આધીન,

ભ્રષ્ટ ભુંડા ભૂતોના, શાસનમાં ષોષાતો,

પ્રેમીકા, પેટ્રોલ, પોલીટીક્સ પાછળ, માણસ મરતો રોજ મળસ્કે..

Advertisements

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ (ભૂકંપ)- પલ્લવ અંજારીઆ

આગને કહિદો હવે સ્મશાનમાં મડદાં નથી,

કહિદો ચિતાઓને હવે બળવાને કોઈ રહ્યા નથી.


મૃત્યુ છોને શોધતું માનવ નથી કશે,

ગલીઓ હશે સૂની ને ડેલીએ સાંકળ હશે,

આંસુને કહિદો હવે વહેવાનાં કોઈ કારણ નથી, કહિદો ચિતાઓને ….


સૂનકારનાં એ શહેરમાં પડઘા હવે હશે,

આ ઘર હતું, પહેલાં અહીં, સંબંધો રહેતા હશે,

વાયુને કહિદો હવે લેવાના કોઈ શ્વાસેય નથી, કહિદો ચિતાઓને ….


એ રસ્તે વળાંક પર પગલાં હજુ હશે,

ફૂલ ભલેને નવ રહ્યું, ફોરમ ચોક્કસ હશે,

મેઘને કહિદો હવે ટહુકવાને કોઈ મયુર નથી,કહિદો ચિતાઓને

ઊપેક્ષા – પલ્લવ અંજારીઆ

બની દિવાદાંડી ઊભો છું હું કાંઠે, કદિક તારી લહેરો મને પણ અડ્કશે,

રહ્યો દૂર, તારી પ્રતીક્ષા કીધી પણ, હયાતીથી મારી તને ક્યાં ફરક છે?

તું ચાંદો ગગનનો, તને શી ખબરકે બની પંખી કોઈ તને રોજ તાકે,

રહ્યા બે કિનારા ને વચ્ચે નદી આ, નજાણે કિનારાથી ક્યારે મળાશે.

તું જળમાં છો પંકજ, હું રેતીનો ઢગલો, છતાં મન તને રોજ અડવાને ઝંખે,

તું ઈન્દ્રધનુષ ને હું રંગઅંધ આંખો, તને દિસવાને નયન મારાં તરસે.

તું ગ્રીષ્મ સળગતો, હું ઠંડો બરફ છું, મિલન આપણું ફક્ત સ્વપનામાં થાશે,

રણમાં ભટકતા આ ચાતકની ઊપર તું મેઘા બનીને કદિકતો વરસસે,

તું સૂરજ મુખી ને હું તારો તુટેલો, તું મારા પ્રકાશે જરા અમથું ખીલશે?

થયો દ્ફ્ન ધરતીમાં બસ એક આશે, મિલન તારાં અશ્રુથી થાશે મઝારે.

‘અભય’ – પલ્લવ અંજારીઆ

મીણબત્તી બેટા રડીએં નહીં, આવું ચાલ્યા કરે રોજ,

બત્તી ગઈ તો ડરીએં નહી, તું કરને તારે મોજ…..


હો લોકનીંદા કે જગ હસાઇ, ચળકે હીરો ખૂબ ઘસાઈ,

જખમારે જગ આખું, તું બસ પરમેશ્વરને ખોજ…તું કરને તારે મોજ


મૃત્યુથી ડરી ગભરાઈ, જાણે બકરી લાગી હાથ કસાઇ,

મૃત્યુ તો નિશ્ચિત છે, શાને ડરી મરે દરરોજ…તું કરને તારે મોજ

“આક્રોશ” -પલ્લવ અંજારીઆ

મન વડ્વાનલ, તન દાવાનલ, અગન નસોમાં દોડે,

આંખમાં મૃગજળ, ચિત્તઆ વિહવળ, વિચાર ના વંટોળે.


આંખથી વરસે અંગારા ને શ્વાસમાં નીકળે જ્વાળા,

લોહી બનીગ્યું લાવા, લાગ્યું શીવ તાંડવ દેખાવા,

ખેચર, જળચર, ભૂચર સઘળું જન-જીવન જંજોડે… મન વડ્વાનલ

આભથી ઊતરે અંધારાં ને કાનમાં બોલે તમરાં,

થરથર કંપે રૂંવાડાં લાગ્યું રૌદ્રરૂપ દેખાવા,

ઉત્તર-દક્ષીણ્-પૂરબ-પશ્ચિમ દિશાઓને ફંફોળે.. મન વડવાનલ

—-ક્ર્મશઃ—–

-પલ્લવ અંજારીઆ

“તને વાદળ ગમે છે કે હું?” -પલ્લવ અંજારીઆ

Tane Vadal Game che ke hu?

આજ કહીદે મને કાનમાં બધું,

તને વાદળ ગમે છે કે હું?

હાજરીમાં મારી તું જાય શરમાઈ,

ના હોઉં ત્યારે શોધે છે શું?

હાથની રેખાઓ ભલે જોષીને બતાવ,

તારાં ભાગ્યમાં લખાયો બસ હું,

હશે ગલીએ-મોહોલ્લે તારા આશીક હજાર,

નહીં શોધી શક મારા સમ બીજું,

તારી આંખોમાં આંજેલા સૂરમાના સમ,

મારા રોમ-રોમ એક નામ તું…..

– પલ્લવ અંજારીઆ